અન્નદાતા કહેવાતા ખેડૂતો પર કરાયું શક્તિ પ્રદર્શન, પાણીતથા અશ્રુગેસનો મારો ચલાવાયો દિલ્હીમાં ‘નો એન્ટ્રી’નો માહોલ

Spread the love

અન્નદાતા કહેવાતા ખેડૂતો પર કરાયું શક્તિ પ્રદર્શન, પાણીતથા અશ્રુગેસનો મારો ચલાવાયો દિલ્હીમાં ‘નો એન્ટ્રી’નો માહોલ

ભારતીય કિસાન યુનિયનની અપીલ પર ખેડૂતો હરિદ્વારથી દિલ્હી કૂચ કરી ગયા છે. 27 સપ્ટેમ્બરે શરૂ થયેલી આ યાત્રા બીજી ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે દિલ્હીમાં પૂરી થશે.વિવિધ માંગણીઓને લઈને હરિદ્વારથી દિલ્હી તરફ હજારો ખેડૂતોએ કૂચ કરી હતી. રાજધાની દિલ્હી તરફ કૂચ કરી રહેલા આ ખેડૂતોને ગાઝિયાબાદમાં દિલ્હી-યૂપી બોર્ડર પર જ અટકાવી દેવામાં આવ્યા હતા. જ્યાં જગતના તાત અને પોલીસ વચ્ચે રાજધાનીમાં પ્રવેશવાને લઈને બોલાચાલી થઈ. દિલ્હી-યૂપી બોર્ડરથી દિલ્હીમાં ખેડૂતોએ બળજબરીથી પ્રવેશવાનો પ્રયાસ કર્યો.તે દરમિયાન ખેડૂતોએ પોલીસે બેરીકેટિંગ તોડી નાખી. તો સામે પોલીસે ખેડૂતો પર બળપ્રયોગ અજમાવ્યો.

પોલીસે ખેડૂતો પર પાણીનો મારો ચલાવો હતો. સાથે જ અશ્રુગેસના સેલ પણ છોડ્યા હતાં. જેને લઈને પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘમાસાણ મચી ગયું. ખેડૂતોને અટકાવવા પોલીસે ટ્રેક્ટરોની હવા કાઢી નાખી. આમ એક તરફ ટ્રેક્ટરોમાં પંચર તો બીજી બાજુ પોલીસ દ્વારા પાણીનો મારો અને ટિયર ગેસના સેલ ખેડૂતો પર છોડવામાં આવ્યા હતાં.

આ અગાઉ ખેડૂતોના વિશાળ મોરચાને ધ્યાનમાં રાખી ગાઝીપુર બોર્ડરની આસપાસના વિસ્તારમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી હતી.આ આંદોલનમાં ખેડૂતોનાં અનેક સંગઠનો ભાગ લઈ રહ્યાં છે. ખેડૂતોની આ કૂચને જગ્યાએ-જગ્યાએ સામાન્ય લોકોનું પૂરેપૂરું સમર્થન મળી રહ્યું છે. લોકો રસ્તામાં ખેડૂતોનું સ્વાગત કરી રહ્યા છે. ખેડૂતોની આ રેલીમાં મહિલાઓ પણ સામેલ છે,આ અગાઉ આ ખેડૂતોની ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથેની વાતચીત નિષ્ફળ રહી હતી. રાજધાની દિલ્હી તરફ કૂચ કરી રહેલા આ ખેડૂતોને ગાઝિયાબાદમાં દિલ્હી-યૂપી બોર્ડર પર જ અટકાવી દેવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં અહીં પોલીસ બળ તૈનાત કરવામાં આવ્યું છે.

ભારતીય કિસાન યૂનિયન (ભાકિયૂ)ના અધ્યક્ષ નરેશ ટિકૈતે સરકાર પર નિશાન તાકતા કહ્યું છે કે, અમને અહીં જ કેમ અટકાવી દેવામાં આવ્યા છે.ટિકૈતે કહ્યું છે કે, અમે તમામ ખેડૂતો શાંતિપૂર્વક અને અનુશાસિત રીતે રેલી યોજી રહ્યાં છીએ. જો અમે અમારી સમસ્યા અમારા દ્વારા ચૂંટાયેલી સરકારને નહીં કહીએ તો કોને કહીશું? શું આ વાત માટે અને પાકિસ્તાન અને બાંગ્લાદેશ જઈએ? ખેડૂતોનું પ્રતિનિધિમંડળ આજે બપોરે 12 વાગ્યે ગૃહમંત્રી રાજનાથ સિંહ સાથે મુલાકાત કરશે. પરંતુ ખેડૂતો તરફથી કહેવામાં આવ્યું છે કે, આ મુલાકાત બાદ જ ભાવિ રણનીતિ નક્કી થશે. તમામ ખેડૂતો હાલ દિલ્હી-ઉત્તર પ્રદેશની ગાઝીપૂરના યૂપી ગેટ વિસ્તારમાં મોટી સખ્યામાં એકત્રિત થઈ રહ્યાં છે.

ગાઝિયાબાદથી દિલ્હીમાં દાખલ થતા તમામ રસ્તાઓને પણ ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે. સાથે જ દિલ્હીના કોશામ્બી અને વૈશાલી તરફ જતા રસ્તા પરના ટ્રાફિકને ડાયવર્ટ કરી દેવામાં આવ્યા છે.ખેડૂતોની માગણી છે કે કરજમાં ડૂબેલા આત્મહત્યા કરનારા ખેડૂતોના પુનર્વસન માટે સરકાર કોઈ નક્કર યોજના બનાવે. દિલ્હી પોલીસે ખેડૂતોના આ આંદોલનને મંજૂરી આપી નથી. દિલ્હીમાં તેમના પ્રવેશ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે અને દિલ્હીને ચારે બાજુથી સીલ કરી દેવામાં આવ્યું છે. દિલ્હી પોલીસે ઉત્તર પ્રદેશની બોર્ડરને સીલ કરી દીધી છે. ખેડૂતો બીજી ઓક્ટોબરે દિલ્હી પહોંચી રાજઘાટથી સંસદ સુધી વિરોધ માર્ચ કાઢવાના છે. રાજઘાટ અને સંસદ આસપાસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.કિસાન ક્રાંતિ યાત્રા હેઠળ નવ મુખ્ય માગણીઓ કરવામાં આવી છે, જેમાં મુખ્ય માગણી કરજમાફીની છે. એ સાથે પાકની યોગ્ય કિંમત મળે એ માટે ખેડૂતોએ પોતાનો અવાજ બુલંદ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *