માત્ર રૂપિયા 35-40માં વેચી શકું છુ એક લીટર પેટ્રોલ-ડીઝલ : બાબા રામદેવ

Spread the love

માત્ર રૂપિયા 35-40માં વેચી શકું છુ એક લીટર પેટ્રોલ-ડીઝલ : બાબા રામદેવ

પેટ્રોલ-ડીઝલની વધતી કિંમતોથી સામાન્ય વ્યક્તિ ખૂબ જ પેરશાન થઇ ગયો છે. આ સંજોગોમાં બાબા રામદેવે કહ્યું છે કે, જો તેમને મંજૂરી મળે તો તેઓ રૂ. 35-40માં લીટર દીઠ પેટ્રોલ વેચી શકે છે.
એક મીડિયા કાર્યક્રમમાં બાબા રામદેવને આ વિશે સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે તેમણે આવો જવાબ આપ્યો હતો.

શું કહેછે બાબારામદેવ આ વિષે?

થોડા દિવસ પહેલાં જ બાબા રામદેવે સસ્તું દૂધ વેચવાની શરૂઆત કરી હતી. ત્યારે એક મીડિયા ના કાર્યક્રમમાં તેને પૂછવામાં આવ્યું હતું કે, પતંજલિ ગ્રૂપ સસ્તું પેટ્રોલ-ડીઝલ કેમ નથી વેચતું. આ વિશે રામદેવે કહ્યું કે, જો સરકાર મને આવું કરવાની મંજૂરી આપે અને ટેક્સમાં થોડી માફી આપે તો હું ભારતમાં પેટ્રોલ-ડીઝલ રૂ. 35-40માં લીટર વેચી શકુ છું. તેમણે કહ્યું હતું કે, પેટ્રોલ-ડીઝલની વધતી કિંમત આગામી વર્ષે ચૂંટણીમાં માઠી અસર કરી શકે છે. ઈંધણમાં ભાવ વધારો રોકવા માટે સરકારે ચોક્કસ પગલાં લેવાની જરૂર છે.

સામાન્ય માણસ કરતા ઉદ્યોગપતિઓ પાસેથી વધારાનો ટેક્સ વસુલ કરી શકાય છે.

પેટ્રોલ-ડીઝલના વધતા ભાવ વિશે બાબા રામદેવે કહ્યું હતું કે, કેન્દ્ર સરકારને પેટ્રોલ ડીઝલના ભાવ ઘટાડતાં જો રાજકીય આવકમાં નુકસાન થતું હોય તો તેમણે આ રકમ દેશના અમીર ઉદ્યોગપતિઓ પર વધુ ટેક્સ લગાવીને તેમની પાસેથી વસુલવી જોઈએ. દેશમાં સતત વધતાં ઈંધણના ભાવ મોદી સરકાર સામે પડકાર રુપ છે.

શું નુકશાન છે સરકારને ?

પરંતુ જો મોદી સરકાર પેટ્રોલ-ડીઝલની એક્સાઈઝ ડ્યૂટીમાં માત્ર 1 રૂપિયાનો પણ ઘટાડો કરે તો પણ કેન્દ્ર સરકારની આવકમાં રોજનું રૂ. 14,000 કરોડનું નુકસાન થવાનો અંદાજ છે. આ નુકસાનથી કેન્દ્ર સરકાર માટે જીડીપી ગ્રોથનો અંદાજ 3.3 રાખવો મુશ્કેલ છે. કેન્દ્ર સરકાર પેટ્રોલ પર 19.48 અને ડીઝલ પર 15.33 લીટર દીઠ એક્સાઈઝ વસુલ કરે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *