#MeToo પ્રકરણ:વિદેશ રાજ્યમંત્રીપદ પરથી એમ.જે.અકબરે રાજીનામુ આપ્યું

Spread the love

#MeToo પ્રકરણ:વિદેશ રાજ્યમંત્રીપદ પરથી એમ.જે.અકબરે રાજીનામુ આપ્યું

સમગ્ર વિશ્વમાં ચર્ચિત બનેલા #MeeToo પ્રકરણમાં ભારતમાં પણ અનેક નેતાઓની પોલ ખુલે તેમ લાગી રહ્યું છે.હાલ આજ પ્રકરણમાં જેમનું નામ ઉઘાડું થયું છે તેવા એમ.જે.અકબરે વિદેશ રાજ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યું છે. #MeToo કેમ્પેઇન હેઠળ તેમના પર અત્યાર સુધીમાં 20 મહિલા પત્રકારોએ આરોપ લગાવ્યા હતા. અકબર પર પહેલો આરોપ વરિષ્ઠ પત્રકાર પ્રિયા રામાણીએ લગાવ્યો હતો. જે બાદ એક પછી એક અન્ય મહિલા પત્રકારોએ તેના પર આરોપો લગાવ્યા હતા.

મોદી સરકારના કોઇ મંત્રી કોઇ વિવાદમાં ઘેરાયા બાદ પોતાના પદ પરથી રાજીનામું આપ્યું હોય તેવુ આ પ્રથમવાર બન્યું છે. રાજીનામું આપતા પહેલા અજીત ડોભાલે તેમની સાથે મુલાકાત કરી અને પછી ભાજપ અધ્યક્ષ અમિત શાહને રિપોર્ટ આપ્યો હતો. જ્યારે અકબરે પોતાના પર લાગેલા આરોપોને ફગાવ્યા હતા. તેઓ પોતાની લડત કોર્ટમાં લડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *