મોદી સરકાર પર રામ મંદિરને લઇ મોહન ભાગવતે આપ્યું મોટું નિવેદન

Spread the love

મોદી સરકાર પર રામ મંદિરને લઇ મોહન ભાગવતે આપ્યું મોટું નિવેદન

દશેરા પહેલાં પોતાના સંબોધનમાં આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે ફરી એકવખત રામ મંદિર બનાવાનું આહ્વાન કર્યું. ભાગવતે કહ્યું કે મંદિર પર ચાલી રહેલા રાજકારણને ખત્મ કરી તરત બનાવું જોઇએ. તેમણે એટલે સુધી કહ્યું કે જરૂર હોય તો સરકાર તેના માટે કાયદો બનાવે. 2019ની ચૂંટણી માટે ચાલી રહેલ તૈયારીઓ વચ્ચે મોહન ભાગવતના આ નિવેદનની ચર્ચા શરૂ થઇ ગઇ છે.

સંઘ પ્રમુખે કહ્યું કે બાબરે રામ મંદિરે તોડ્યું અને અયોધ્યામાં રામ મંદિરના પુરાવા પણ મળી ચૂકયા છે. તેમણે કહ્યું કે હવે આ મામલો સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે. પરંતુ કેટલો લાંબો ચાલશે? ભાગવતે કહ્યું કે આ કેસમાં રાજકારણ આવી ગયું આથી કેસ લંબાયો. રામજન્મભૂમિ પર શીધ્રતાપૂર્વક રામ મંદિર બનાવું જોઇએ. આ પ્રકરણને લાંબું કરવા માટે થયેલ રાજકારણને ખત્મ કરવું જોઇએ.

લોકો કહે છે કે સરકાર છે તો પછી કેમ નહીં: ભાગવત
મોહન ભાગવતે રામ મંદિર બનાવાની માંગ ઉઠતા પરોક્ષ રીતે મોદી સરકારને પણ નસીહત આપી. મોહન ભાગવતે કહ્યું કે ભગવાન રામ કોઇ એક સંપ્રદાયના નથી. તેઓ ભારતનું પ્રતીક નથી. સરકાર કંઇપણ કરે, કાયદો લાવે. લોકો એ પૂછી રહ્યાં છે કે તેમના દ્વારા પસંદ કરાયેલ સરકાર છે પછી પણ રામ મંદિર કેમ બની રહ્યું નથી. મોહન ભાગવતે કહ્યું કે ભગવાન રામ ભારતના ગૌરવપુરુષ છે અને બાબરે આપણા આત્મ સમ્માનને ખત્મ કરવા માટે રામ મંદિર તોડ્યું.

રામ મંદિર પર મોહન ભાગવતના આ નિવેદનનો રાજકીય મતલબ નીકાળી રહ્યાં છે. એક રીતે ભાગવતે 2019ની સામાન્ય ચૂંટણી પહેલાં મોદી સરકારને સંદેશો આપવાની કોશિષ કરી છે કે રામ મંદિર કોઇપણ રીતે બનાવું જોઇએ. આપને જણાવી દઇએ કે રામ મંદિરનું નિર્માણ ભાજપ માટે હંમેશાથી એક મોટો મુદ્દો રહ્યો છે. ભાજપના ઘોષણા પત્રમાં પણ અયોધ્યા મંદિર બનાવાની વાત છે.હાલ અયોધ્યા વિવાદ સુપ્રીમ કોર્ટના દરવાજા પર છે. સુપ્રીમ કોર્ટે સ્પષ્ટતા કરી દીધી છે કે આ કેસ જમીન વિવાદ તરીકે ઉકેલાશે. અયોધ્યા જમીન વિવાદ કેસની સુનવણી હવે 29મી ઑક્ટોબરથી શરૂ થશે. મુખ્ય પક્ષકાર રામ લલા વિરાજમાન, નિર્મોહી અખાડા, સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ અને હિન્દુ મહાસભા છે. આ સિવાય બીજા કેટલાંક અરજીકર્તા જેવાંકે સુબ્રમણ્યમ સ્વામી વગેરેની અરજી છે જેમણે પૂજાના અધિકારની માંગણી કરી છે પરંતુ સૌથી પહેલાં ચાર મુખ્ય પક્ષકારોની તરફથી દલીલો રજૂ કરાશે.

6 ડિસેમ્બર 1992ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદને તોડી પાડી હતી. આ કેસમાં ગુનાહિત કેસની સાથો સાથ દિવાની કેસ પણ ચાલ્યો. ટાઇટલ વિવાદથી સંબંધિત કેસ સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે. 30 સપ્ટેમ્બર 2010ના રોજ ઇલ્હાબાદ હાઇકોર્ટે આપેલા ચુકાદામાં કહ્યું હતું કે ત્રણ ગુંબજોમાં વચ્ચેનો હિસ્સો હિન્દુઓનો હશે જ્યાં હાલ રામલલાની મૂર્તિ છે. નિર્મોહી અખાડાને બીજો હિસ્સો આપવામાં આવ્યો તેમાં સીતા રસોઇ અને રામ ચબૂતરા સામેલ છે. બાકી એક તૃત્યાંશ ભાગ સુન્ની સેન્ટ્રલ વકફ બોર્ડને આપ્યો. આ નિર્ણયને તમામ પક્ષકારોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે. 9 મે 2011ના રોજ સુપ્રીમ કોર્ટે ઇલહાબાદ હાઇકોર્ટના નિર્ણય પર પ્રતિબંધ મૂકી યથાસ્થિતિ પુન:સ્થાપિત કરી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *