લાલ કિલ્લા પરથી પંદર ઓગસ્ટ સિવાય ધ્વજ ફરકાવી નરેન્દ્ર મોદી કરશે પરંપરાનો ભંગ..?

Spread the love

લાલ કિલ્લા પરથી પંદર ઓગસ્ટ સિવાય ધ્વજ ફરકાવી નરેન્દ્ર મોદી કરશે પરંપરાનો ભંગ..?

દિલ્હીના લાલ કિલ્લા પરથી વડાપ્રધાન વર્ષમાં એક જ વખત 15 ઓગસ્ટે તિરંગો ફરકાવતા હોય છે પણ નરેન્દ્ર મોદી આ પરંપરાનો ભંગ કરવા જઈ રહ્યા છે.

ખરેખર હકીકત આમ નથી પરંતુ પીએમ મોદી 21 ઓક્ટોબરે લાલ કિલ્લા પરથી તિરંગો ફરકાવશે અને 15 ઓગસ્ટ સીવાય લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવનારા તે પહેલા પીએમ બનશે.આનુ કારણ તેમણે પોતે જ આપ્યુ છે.તેમણે કહ્યુ છે કે સુભાષચંદ્ર બોસની આઝાદ હિંદ સરકારની 75મી જયંતિની ઉજવણી નિમિત્તે 21 ઓક્ટોબરે લાલ કિલ્લામાં યોજનારા ધ્વજ વંદન સમારોહમાં તે સામેલ હશે.

મોદીએ ભાજપના કાર્યકરો સાથેના વિડીયો સંવાદમાં આ વાત કરી હીત.તેમણે એમ પણ કહ્યુ હતુ કે જે હસ્તીઓને કોંગ્રેસે નજરઅંદાજ કરી છે તેમના યોગદાનની ઉજવણી સરકાર કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *