રાહુલગાંધીએ 500ની નોટ ગુરુદ્વારાની દાનપેટીમાં નાખવા કાઢી પણ નાખી નહિ કારણ..?

Spread the love

રાહુલગાંધીએ 500ની નોટ ગુરુદ્વારાની દાનપેટીમાં નાખવા કાઢી પણ નાખી નહિ કારણ..?

મધ્યપ્રદેશમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીના પગલે ચૂંટણી પ્રવાસે ગયેલા રાહુલ ગાંધી માટે ગુરુદ્વારામાં દર્શન કરતી વખતે મૂંઝવણભરી સ્થિતિ સર્જાઈ હતી.

ગ્વાલિયર અને ચંબલ વિસ્તારની મુલાકાત સમયે મંદિર અને મસ્જિદ બાદ સ્થાનિક ગુરુદ્વારામાં પહોંચેલા રાહુલ ગાંધીએ માથુ ટેકવ્યુ હતુ અને ગુરુદ્વારાને દાનમાં આપવા માટે ગજવામાંથી 500 રુપિયાની નોટ કાઢી હતી.

જોકે દાનપેટીમાં રાહુલ નોટ નાંખવા જતા હતા અને બાજુમાં ઉભેલા જ્યોતિરાદિત્ય સિંધિયાએ તેમને અટકાવી દીધા હતા. સિંધિયાએ રાહુલ ગાંધીને ચૂંટણીની આચાર સંહિતા લાગુ થયેલી હોવાનુ ધ્યાન દોર્યુ હતુ. જેના પગલે રાહુલ પણ દાનપેટીમાં પૈસા મુકતા અચકાયા હતા અને તેમણે 500 રુપિયાની નોટ પાછી ખિસ્સામાં મુકી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *