RTI રેન્કિંગમાં ભારત મોદી સરકારમાં છઠ્ઠા ક્રમે, મનમોહન સરકારમાં બીજા ક્રમ પર હતો.

Spread the love

RTI રેન્કિંગમાં ભારત મોદી સરકારમાં છઠ્ઠા ક્રમે, મનમોહન સરકારમાં બીજા ક્રમ પર હતો.

ભારત કરતા 9 વર્ષ પછી 2014માં  RTI નો કાયદો લાવનારો દેશ અફઘાનિસ્તાન યાદીમાં  પ્રથમ ક્રમે છે.અફઘાનિસ્તાન, જે 2014 પછી આરટીઆઈ લાદવામાં આવ્યું હતું, ભારત પછી નવ વર્ષ, યાદીમાં પ્રથમ સ્થાને છે. ઇન્ટરનેશનલ નોન-સરકારી સંગઠન એક્સેસ ઇન્ફોર્મેશન યુરોપ અને લો એન્ડ ડેમોક્રેસી સેન્ટરએ રિપોર્ટ રજૂ કર્યો છે. મોદી સરકારના કાર્યકાળ દરમિયાન, માહિતીનો અધિકાર (RTI ) રેન્કિંગમાં ભારતની સ્થિતિમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. દેશની રેન્કિંગ છઠ્ઠા સ્થાને આવી ગઈ છે. ગયા વર્ષે ભારત પાંચમા સ્થાને હતું.

મનમોહનસિંહ સરકારમાં RTI રેન્કિંગમાં ભારત બીજા ક્રમે હતો.

ઇન્ટરનેશનલ નોન-સરકારી ઓર્ગેનાઇઝેશન “ઓર્ગેનાઈઝેશન એક્સેસ ઇન્ફો યુરોપ” (એઆઈઈ) અને “સેન્ટર ફોર લૉ એન્ડ ડેમોક્રેસી” (સીએલડી), જેણે માનવ અધિકારો પર કામ કર્યું છે, તેમણે 28 મી સપ્ટેમ્બરના રોજ આંતરરાષ્ટ્રીય “રાઇટ ટુ નો” (માહિતીનો અધિકાર) ના દિવસે અહેવાલ રજૂ કર્યો હતો. વૈશ્વીક સ્તરે એક સૂચિ તૈયાર કરવા માટે 150 પોઇન્ટ સ્કેલ નો ઉપયોગ કરવામાં આવે છે.

 

NDTV ના સમાચારોના અહેવાલ મુજબ : દુનિયાના પ્રમુખ 123 દેશોમાં “માહિતીનો અધિકાર” (RTI)નો કાયદો છે અને જે દેશોને ભારતથી ઉપરનું સ્થાન મળ્યું છે. તેમાંથી મોટાભાગના દેશોમાં ભારત પછી આ RTIનો કાયદો લાગુ કર્યો છે. તે જ સમયે, સંસ્થાએ આરટીઆઈ(RTI) એક્ટના સેક્શન  25 (2), સેક્શન 19 (1) અને સેક્શન 19 (2) જેવા ત્રણ મહત્વપૂર્ણ વિભાગો પર ધ્યાન કેન્દ્રિત કરીને અહેવાલ આપ્યો છે.

ભારતમાં આ કાયદો “માહિતીનો અધિકાર” ના નામથી ઓળખાય છે, જ્યારે વિશ્વના ઘણા દેશોમાં તેને ‘રાઇટ ટુ નો’ તરીકે ઓળખવામાં આવે છે.

“ટ્રાંસપેરેન્સી ઇન્ટરનેશનલ ઇન્ડિયા” એ ભારતમાં 12 ઓક્ટોબર 2018  “માહિતીનો અધિકાર” દિન (Right to Information Day) ના પ્રસંગે અહેવાલમાં  ભારતની રેન્કિંગમાં ઘટાડો આવ્યા હોવાની વાત કરી હતી.

વૈશ્વીક રેન્કિંગ કાઢવા માટે માહિતી સુધી પહોંચવું, ફાઈલ કરવાની પ્રક્રિયા, આવેદનની સરળ પ્રક્રિયા, માહિતી અંતર્ગત સંસ્થાઓને રાહત  અપીલની પ્રક્રિયા, વિવિધ પ્રકારની મંજૂરીઓ, સંરક્ષણ કાયદાનો પ્રચાર પ્રસારનો સમાવેશ થાય છે.

વૈશ્વીક સ્તરે “રાઈટ ટૂ નો” રેન્કિંગ હેઠળ ભારત કરતા ઘણો નાનો દેશ અફઘાનિસ્તાન 139 પોઇન્ટ સાથે પ્રથમ ક્રમે છે. ધ્યાન દોરવા જેવી બાબત એ છે કે ભારતમાં આ કાયદો 2005 માં લાગુ થયો જ્યારે અફઘાનિસ્તાનમા RTI નો કાયદો 2014માં અમલમાં મુકાયો હતો …!! ત્યારબાદ 136 પોઇન્ટ સાથે મેક્સિકો બીજા સ્થાને, અનુક્રમે સર્બિયા, શ્રીલંકા અને સ્લોવેનિયા સ્થાન પ્રાપ્ત કરેલ છે.

ધ્યાન દોરવા જેવી બાબત  એ છે કે, મનમોહન સરકારમા ભારતનું રેન્કિંગ માં સ્થાન બીજા ક્રમે હતું , જે હાલ સ્લોવેનિયા, શ્રીલંકા, સર્બીયા, મેક્સિકો અને અફઘાનિસ્તાનથી પણ પાછળ ધકેલાઈ ગયો છે.

અહેવાલ અનુસાર, “સેન ફોર લૉ એન્ડ ડેમોક્રેસી”ના અહેવાલ મુજબ, 2011 માં 130 પોઇન્ટ્સ સાથે ભારત મનમોહનની યુપીએ સરકારમાં બીજા ક્રમે હતું, જ્યારે સર્બીયા 135 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે હતો. 2012 માં પણ ભારતનું રેન્કિંગ યથાવત બીજા ક્રમે જ રહ્યું હતું.પરંતુ 2014માં 128 પોઇન્ટ સાથે ભારત ત્રીજા સ્થાને સરકી ગયું હતું અને જ્યારે નાનો દેશ સ્લોવેનિયા 129 પોઇન્ટ મેળવી ભારતને પાછળ મૂકી બીજા સ્થાને રહ્યો હતો. પછી 2016 માં, ભારત ચોથા સ્થાને પહોંચ્યું, જ્યારે મેક્સિકો એક નંબર પર જળવાઈ રહ્યું. આગામી વર્ષ 2016માં ભારત પાંચમા સ્થાને પહોંચી ગયું. તેજ સમયે ભારતથી 11 વર્ષ પછી RTI કાયદો લાગુ કરનારો દેશ શ્રીલંકા ત્રીજા ક્રમે પહોંચી ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *