ફોગવાએ કાળા વાવટા બતાવી વિરોધ કરતા ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાની રોષે ભરાયા.

Spread the love

ફોગવાએ કાળા વાવટા બતાવી વિરોધ કરતા ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાની રોષે ભરાયા.

-સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના સહકર્મીઓએ પણ ઘટનાને વખોડીને મંત્રી મેડમની આજીજી કરવા લાગ્યા

-ફોગવાના સભ્યો અશોક જીરાવાળા, મયુર ગોળવાળા, રસિક કોટડીયા, વિજય માંગુકિયા, નીરવ સભાયા સહિતના સભ્યોની અટક કરી ખટોદરા પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતા

– ‘હાય રે સ્મૃતિ હાય હાય અને સ્મૃતિ મુર્દાબાદ તેમજ ‘ હમ અપના હક માંગતે હૈ, નહીં કીસીસે ભીખ માંગતે જેવા મોટેથી સૂત્રોચ્ચાર કર્યો હતો

સિન્થેટીક રેયોન ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ દ્વારા આયોજિત સોર્સ ઇન્ડિયા-2018ના ત્રણ દિવસના એક્ઝિબિશનમાં ઉદ્ઘાટનમાં આવેલા કેન્દ્રીય ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાની સામે આજે જીએસટીની ક્રેડીટ લેપ્સ સામે લડત ચલાવી રહેલા સુરતના વિવર્સ તરફથી ફોગવાની આગેવાનીમાં કાળા વાવટા ફરકાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવતા ઉદ્યોગ જગતમાં ખળભળાટ મચી જવાં પામ્યો હતો.

અશોક જીરાવાળા, મયુર ગોળવાળા, રસિક કોટડીયા, વિજય માંગુકિયા, નીરવ સભાયા સહિતના આગેવાની અટકાયત કરી ખટોદરા પોલીસ મથક ખાતે લઈ જવામાં આવ્યા હતા.

સરસાણા ખાતે આયોજિત કાર્યક્રમના સ્થળની બહાર વીવર્સ તરફથી જબરદસ્ત હંગામો મચાવવામાં આવતા કાર્યક્રમના આયોજકો પણ દોડતા થઈ ગયા હતા. ફોગવાના અગ્રણીઓએ ‘હાય રે સ્મૃતિ હાય હાય અને સ્મૃતિ મુર્દાબાદ તેમજ ‘ હમ અપના હક માંગતે હૈ,નહીં કીસીસે ભીખ માંગતે જેવા નારા લગાવતા વાતાવરણમાં ગરમાટો છવાય ગયો હતો.

સિન્થેટીક રેયોન ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સીલ દ્રારા સરસાણા ખાતે ટેક્સટાઇલ એકિઝબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેનું ઉદ્ઘઘાટન કરવા કેન્દ્રના ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાની આવ્યા હતા.સુરતના વિવર્સ કેટલાંક દિવસથી જીએસટી ક્રેડિટ લેપ્સનો વિરોધ કરી રહ્યા છે. શુક્રવારે સરસાણા પહોંચેલા ટેક્સટાઇલ મંત્રીનો વિવર્સે કાળા વાવટા ફરકાવીને વિરોધ નોંધાવ્યો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *