સુરત કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ કેબલ સ્ટેઇડ બ્રિજ મામલે શાસકોને આપ્યું 24 કલાકનું અલ્ટીમેટમ

Spread the love

સુરત કોંગ્રેસના કોર્પોરેટર દિનેશ કાછડીયાએ કેબલ સ્ટેઇડ બ્રિજ મામલે શાસકોને આપ્યું અલ્ટીમેટમ

24 કલાકમાં ભાજપ શાસકો બ્રિજને ક્યારે ખુલ્લો મુકશે તે માટે માંગી તારીખ
જો 24 કલાકમાં તારીખ નહિં જણાવાય તો કોંગ્રેસ જાતે જ બ્રિજનું ઉદ્ઘાટન કરશે.

દિનેશ કાછડીયાએ આપી ચેતવણી

સુરતમાં અઠવા લાઇન્સ અને અડાજણને જોડતો રૂપિયા દોઢસો કરોડનાં ખર્ચે કેબલ સ્ટ્રેઇડ બ્રિજ આ શાસકોનાં પાપે દસ વર્ષમાં પૂર્ણ થયો પરંતુ તેનાં લોકાર્પણ માટે તેમની પાસે સમય નથી! ગરીબ વિરોધી નીતિઓનાં કારણે પેટ્રોલ-ડીઝલનાં ભાવ સાતમાં આસમાને પહોંચાડ્યા છે ત્યારે આવી તૈયાર સુવિધાઓ જે લોકોને વાહનવ્યવહાર અને પેટ્રોલ-ડીઝલનાં ખર્ચમાં રાહત આપી શકે છે તેને વિના વિલંબે સરકારે લાકાર્પિત કરી દેવી જોઈએ. અડતાલીસ કલાકમાં લોકોનાં કરોડો રૂપિયાનાં ખર્ચે બનેલી સુવિધાનાં લોકાર્પણની તારીખ જાહેર નહીં કરે તો કોંગ્રેસ પાર્ટી લોકહિતને ધ્યાનમાં રાખીને આ બ્રિજનાં ત્રણેય છેડાથી કોઈની પણ શેહશરમ રાખ્યા વગર લોકાર્પણ કરી દેશે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *