ઉપલેટામાં ધારાસભ્ય સહિતનાં કોંગી આગેવાનોએ અર્ધનગ્ન હાલતમાં રેલી કાઢી “ભાજપ ના હાય..હાય..”નાં નારા પણ લગાવ્યા

Spread the love

ઉપલેટામાં ધારાસભ્ય સહિતનાં કોંગી આગેવાનોએ અર્ધનગ્ન હાલતમાં રેલી કાઢી “ભાજપ ના હાય..હાય..”નાં નારા પણ લગાવ્યા

ઉપલેટા તાલુકામાં પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનામાં ક્રોપ કટીંગ સર્વેમાં ખેડૂતોને થયેલા અન્યાય સામે વિરોધ પ્રદર્શન:૨૦ આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અંતર્ગત ક્રોપ કટીંગમાં ખેડુતોને થતાં અન્યય સામે કોંગ્રેસનાં ધારાસભ્ય અને આગેવાનો એ આજે અર્ધનગ્ન હાલતમાં રેલી કાઢી હતી. જે સમયે ઉપલેટાનાં રાજમાર્ગો પર  ભાજપ સરકાર હાય હાયનાં નારા ગુંજયા હતાં. જેથી પોલીસે ધારાસભ્ય સહિત ૨૦ આગેવાનોની અટકાત કરી હતી.ધોરાજી ઉપલેટા વિસ્તારમાં પ્રધાનમંત્રી ફસલ વિમા યોજના અંતર્ગત રાજય સરકાર અને વિમાકંપની દ્વારા થતાં ક્રોપ કટીંગ સર્વેમાં નિયત માર્ગદર્શીકા પ્રમાણે સર્વે ન થતું હોવાની વિમા કંપનીને ફાયદો તેમજ ખેડુતોને નુકશાન થતું હોવાનાં વિરોદમાં આજે ધારાસભ્ય લલીત વસોયાનાં નેતૃત્વ હેઠળ કોંગી આગેવાનો અને ખેડુતોએ ઉપલેટા તાલુકા પંચાયતની મામલતદાર કચેરી સુધી શર્ટ કાઢી અર્ધનગ્ન હાલતમાં રેલી કાઢીને મામલતદારને આવેદનપત્ર આશ્ચર્યજનક કાર્યક્રમ આપ્યો હતો.

આ તકે ગ્રામ્ય વિસ્તારોનાં સરપંચો, હોદેદારો, ખેડૂતો પણ પાક વીમા પ્રશ્ને થતાં અન્યાય સામે અર્ધનગ્ન હ ાલતમાં રેલીમાં જોડાયા હતાં. જે રેલી ઉપલેટાનાં રાજમાર્ગો પર ફરીને મામલતદાર કચેરી ખાતે પુર્ણ થઈ હતી. સઘન પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ ભાજપ હાય હાય અને ભાજપનાં રાજમાં ખેડુતો કંગાળનાં નારા લગાવાયા હતાં.આ તકે ધારાસભ્ય એ પ્રતિક્રીયા આપતા જણાવેલું કે, સમગ્ર ગુજરાતમાં સરકાર અને વિમાકંપનીએ મીલીભગત આચરી છે. ઉપલેટા તાલુકામાં મુકય્ પાક તરીકે ઘઉં ગણાવ્યો છે. ઘઉં શીયાળુ પાક છે. કપાસ મગફળીનો ઉલ્લેખ નથી. ક્રોપકટીંગમાં પસંદ થયેલા ૨૦ સર્વે નંબરો પૈકી ૧૯ સર્વે નંબર પીયતનાં છે. આથી આ રીતે સર્વે થાય તો ઉપલેટા ધોરાજીની ખેડુતોને ઝીરો ટકા પાકવીમો મળશે.

બીજી તરફ આજે અર્ધનગ્ન વિરોધ મામલે કાયદો વ્યવસ્થઆની સ્થિતિ બગડે નહીં તે માટે ઉપલેટા પોલીસે ધારાસભ્ય સહીત ૨૦ આગેવાનો અને ખેડુતોની મામલતદાર કચેરી ખાતેથી અટકાયત કરી ઉપલેટા પોલીસ સ્ટેશન ખાતે લાવ્યા હતાં. આ સાથે ઉપલેટા પોલીસ સ્ટેશન પોલીસ છાવણીમં ફેરવાયું હતું. ઉપલેટા ભાયાવદર સહીતનાં પોલીસ સ્ટાફ સુરક્ષા માટે તૈનાત કરી દેવાયો હતો.

જામીન પર છૂટવા અંગે ધારાસભ્યએ મનાઈ કરી દીઘી,ધોરાજીનાં ધારાસભ્યએ અટકાયત બાદ જામીન લેવા ઈન્કાર કરતા પોલીસ પણ મુંઝાઈ હતી તેમજ ધારાસભ્ય સામે ગુનો દાખલ કરવા વિધાનસભામાં મંજુરી મેળવવા પણ પોલીસે હવાતિયા માર્યા હોવાનું જાણવા મળે છે. અને બે કલાક બાદ તમામને મુક્ત કરાયા હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *