2019 ની ચૂંટણીમાં વારાણસીમાં નરેન્દ્રમોદીની વિરુદ્ધ હાર્દિક પટેલ..?

Spread the love

2019 ની ચૂંટણીમાં વારાણસીમાં નરેન્દ્રમોદીની વિરુદ્ધ હાર્દિક પટેલ..?

ઉત્તર પ્રદેશમાં પક્ષ-વિપક્ષ બંને લોકસભાની ચૂંટણીમાં દિગ્ગજોને તેમના જ ઘરમાં ઘેરવાની વેતરણમાં છે. ભાજપે સોનિયા-રાહુલના ગઢમાં સેંધમારી વધારી દીધી છે તો વિપક્ષે વારાણસી અને લખનૌમાં આક્રમક બનવાનું નક્કી કર્યું છે.એવી પણ ચર્ચા ચાલી રહી છે કે, વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ઘેરવા માટે વિપક્ષ પાટીદાર અનામત આંદોલનના નેતા હાર્દિક પટેલને મેદાનમાં ઉતારી શકે છે.કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની સંસદીય બેઠક અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની સક્રિયતા કોઈ સાંસદથી ઓછી નથી. 2014માં ભારે સરાકસી બાદ હારેલા સ્મૃતિ ઈરાનીએ અમેઠીને જ બીજુ ઘર બનાવી લીધું છે. 2017ની વિધાનસભાની ચૂંટણીમાં અમેઠીની સીટ જીતી ભાજપે એ અહેસાસ કરાવી દીધો છે કે, 2019માં કોંગ્રેસે અહીં વધારે મહેનત કરવી પડશે.

યોજનાઓ, અભિયાઓ અને કાર્યક્રમો મારફતે સ્મૃતિ ઈરાનીની આક્રમકતાથી એક વાત તો સ્પષ્ટ થઈ ગઈ છે કે, 2019માં તેઓ આમેઠી બેઠક પરથી ચૂંટણી લડશે. તેવી જ રીતે ભાજપે સોનિયા ગાંધીની પરંપરાગત બેઠક રાયબરેલી પર પણ આંખો ખોડી દીધી છે. ગત વર્ષે જ ભાજપ અધ્યક્ષ અમિત શાહ અહીંના કોંગ્રેસ એમએલસી રહી ચુકેલા દિનેશ પ્રતાપ સિંહને ભાજપમાં ભેળવી જોરદાર આંચકો આપી ચુક્યાં છે.

કોણ બની શકે મોદીના માર્ગ નું વિઘ્ન?

લોકસભાની ચૂંટણીમાં બનારસની સાથે જ ઓરિસ્સાના ઓરિસ્સાના પુરી બેઠક પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દાવેદારીના કયાસ લગાવવામાં આવી રહ્યાં છે. તેવી જ કંઈક ચર્ચા બનારસ લોકસભા બેઠક પરથી હાર્દિક પટેલને ઉમેદવારી સોંપવાને લઈને થઈ રહી છે. ઉત્તર પ્રદેશમાં મહાગઠબંધનની શક્યતાઓને ધ્યાનમાં રાખી બનારસમાં વિરોધ પક્ષ સંયુક્ત ઉમેદવાર મેદાનમાં ઉતારવાની રણનીતિ પર કામ કરી રહ્યો છે. ગઈ વખતે અહીંથી અરવિંદ કેજરીવાલ મેદાને પડ્યાં હતાં. તે વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 56 ટકા મત મળ્યાં હતાં.

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની સંસદીય બેઠક અમેઠીમાં કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીની સક્રિયતા કોઈ સાંસદથી ઓછી નથી. 2014માં ભારે સરાકસી બાદ હારેલા સ્મૃતિ ઈરાનીએ અમેઠીને જ બીજુ ઘર બનાવી લીધું છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ગુજરાતમાં ભાજપ માટે મુશ્કેલીઓ ઉભી કરનારા હાર્દિક પટેલ પર વિપક્ષની નજર એટલે પણ છે કે, બનારસ સંસદીય ક્ષેત્રમાં કુર્મી મતદારોની સંખ્યા સારી એવી છે. બીજુ હાર્દિક પટેલની આક્રમકતાને લઈને મળનારી હાઈપનો લાભ બીજી જગ્યાએ પણ મળી શકે છે. બનારસમાં મોદી પર દબાણ વધારવાનો એક લાભ એ પણ રહેશે કે, મોદી સહિત ભાજપના રણનીતિકારોને વધુમાં વધુ સમય બનારસ પર ધ્યાન કેન્દ્રીત કરવું પડશે જેના કારણે બીજી જગ્યાએ ચૂંટણી પ્રચાર પર અસર થશે.

રાજનાથના માર્ગમાં પણ વિધ્ન?

લખનૌના સાંસદ રાજનાથ સિંહના માર્ગમાં પણ 2019માં વિરોધ પક્ષ વિધ્નો સર્જવાની ફિરાકમાં છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે જો મહાગઠબંધન રચાશે તો લખનૌ બેઠક પરથી કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ રાજ બબ્બર દાવેદારી નોંધાવી શકે છે. 1996માં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી વિરૂદ્ધ સમાજવાદી પાર્ટીની ટિકીટ પરથી રાજ બબ્બરે ચૂંટણી લડી હતી જેમાં તેમને 36 ટકા મત મળ્યાં હતાં.

રાજ બબ્બરના નામની અટકળો એટલે પણ લગાવવામાં આવી રહી છે કારણ કે, કોંગ્રેસ પાસે હાલ ઉત્તર પ્રદેશમાં કોઈ મજબુત ચહેરો જ નથી. ગઈ વખતે ભાજપને ટક્કર આપનારા રીતા બહુગુણા જોશી આ વખતે યોગી સરકારમાં મંત્રી છે. જોકે, લોકસભાની ચૂંટણી પહેલા પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી પર ઘણું બધું નિર્ભર રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *