નેધરલેન્ડમાં યોજાયેલી 10 હજાર મીટરની દોડમાં ડાંગનો યુવાન આવ્યો પ્રથમ

Spread the love

નેધરલેન્ડમાં યોજાયેલી 10 હજાર મીટરની દોડમાં ડાંગનો યુવાન આવ્યો પ્રથમ
આગામી ઓગષ્ટ-સપ્ટેમ્બર માસમાં ઇન્ડોનેશિયામાં એશિયન ગેમ્સ યોજાશે
સાપુતારા: ડાંગ એક્ષપ્રેસ મુરલી ગાવિતે નેધરલેન્ડમાં યોજાયેલી 10,000 મીટરની દોડ 28:43:34 મિનિટમાં પૂર્ણ કરી પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતા આગામી ઓગષ્ટ-સપ્ટેમ્બર માસમાં ઇન્ડોનેશિયા ખાતે યોજાનારી એશિયન ગેઇમ્સ માટે ક્વોલિફાઇડ થતાં વિદેશની ધરતી પર ડાંગ જિલ્લા સાથે દેશનું નામ રોશન કરતા જિલ્લા ભરમાં ખુશીની લહેર ફેલાઇ જવા પામી છે. એશિયન ગેઇમ્સમાં ક્વોલિફાઇડ થવા માટે જરૂરી 29:10:00 મિનિટની સામે મુરલી ગાવિતે ફક્ત 28:43:34 મિનિટમાં જ દોડ પૂર્ણ કરી હતી.
આગામી ઓગષ્ટ-સપ્ટેમ્બર માસમાં ઇન્ડોનેશિયામાં એશિયન ગેમ્સ યોજાશે
ડાંગ એક્ષપ્રેસના હુલામણા નામથી જાણીતા ગુજરાત શક્તિદૂત લોંગ ડિસ્ટન્સ એથ્લેટિક એવા મુરલી ગાવિતે દોડમાં અનેકવાર ઉત્કૃષ્ટ દેખાવ કરી ડાંગ સહિત સમગ્ર શક્ય અને દેશનું ગૌરવ વધાર્યુ છે. તેમની પાયાની તાલીમ કોચ મોહનભાઇ મોયારા દ્વારા મળી હતી. મોહનભાઇ સાપુતારા સ્થિત સ્પોટ્સ ઓથોરીટી ઓફ ગુજરાતમાં કોચ તરીકે ફરજ બજાવતા હતા. તેમની પાયાની તાલીમ મુરલી ગાવિતને અનેક સફળતા શીખરો સુધી લઇ ગઇ છે. હાલમાં 9-જુનના રોજ નેધરલેન્ડમાં ગોલ્ડન નાઇક સ્પાઇક સીનીયર મેન્સની સ્પર્ધા યોજાઇ હતી. જેમાં વિવિધ દેશમાં દોડવીરોએ ભાગ લીધો હતો. જેમાં 10,000 મીટરની લાંબી દોડ મુરલી ગાવિતે 28:43:34 મિનિટમાં પૂર્ણ કરી પ્રથમ ક્રમે આવ્યો હતો.
જ્યારે બીજા ક્રમે સબસ્ટેઇન હેન્ડલ (28:44:68 મિનિટ)તથા ત્રીજા ક્રમે બેન્ઝામાઇન્ડ ડહાન (28:44:84) આવ્યો હતો. મુરલી ગાવિત હાલ કેન્યામાં છે અને ત્યાં કોચ મિ.હુગો દ્વારા તાલીમ અપાઇ રહી છે.ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકામાં કુમાર બંધ ગામના મુરલી ગાવિતે નેધરલેન્ડમાં યોજાયેલ સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરતા તે એશિયન ગેઇમ્સ માટે ક્વોલિફાઇડ થયો છે. એશિયન ગેઇમ્સ ત્રણ વર્ષ એકવાર યોજાતી હોય છે અને જેમાં એશિયાના તમામ દેશના રમતવીરો ભાગ લેતા હોય છે. આગામી 18-ઓગષ્ટથી 2- સપ્ટેમ્બર દરમિયાન ઇન્ડોનેશિયામાં યોજાનારી એશિયન ગેઇમ્સમાં મુરલી ગાવિત ભારત દેશમાંથી ભાગ લેશે. આમ મુરલી ગાવિતે નવા કીર્તીમાન વિદેશની ધરતી પર સ્થાપિત કરી ડાંગ જિલ્લા સાથે સમગ્ર દેશનું નામ રોશન કરતા જિલ્લા ભરમાં હર્ષોલ્લાસ સાથે એશિયન ગેઇમ્સમાં પણ વિજેતા થઇને દેશને ગૌરવ અપાવે તેવા આશાવાદ સાથે શુભેચ્છા વ્યક્ત કરી રહ્યાં છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *