સલમાન ખાને ‘બિગ બોસ’ના પહેલાં સ્પર્ધક તરીકે કોમેડિયન ભારતી સિંહ ગુજરાતી પતિ નામ કર્યું જાહેર, સાથે રહેશે ઘરમાં

Spread the love

ભારતના સૌથી મોટા રિયાલિટી શો બિગ બોસ-12નું ગોવામાં આયોજીત ગ્રાન્ડ લોન્ચ ઈવેન્ટમાં પ્રથમ સેલિબ્રિટી જોડીની જાહેરાત કરવામાં આવી હતી. આ કપલ અન્ય કોઈ નહીં પરંતુ કોમેડિયન ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લિમ્બાચિયા છે. બિગ બોસ 12માં એન્ટ્રી અંગે ભારતીએ જણાવ્યું હતું કે,”બિગ બોસમાં આવવાનું કારણ પૈસા જ છે. હું આ શો જીતવા માગુ છું. હર્ષ બહાર થઈ પણ જાય તો પણ તેમની પાસે ઘણું કામ છે પરંતુ હું આ શો જીતવા માગીશ.” આ સમયે ભારતી સિંહે સલમાનને કહ્યું હતું કે, ‘જે રીતે તમે વિકેન્ડના સ્પર્ધકોની ક્લાસ લગાવતા હોવ છો, તે જ રીતે મારી સાસુ પણ મારી ક્લાસ લગાવે છે.”

સલમાને કર્યો સૌથી લાંબી રિલેશનશિપનો ખુલાસો 

– જ્યારે સલમાનને તેના સૌથી લાંબા રિલેશનશિપ અંગેનો પ્રશ્ન કર્યો તો તેણે જણાવ્યું હતું કે, ‘મારું સૌથી લાંબુ રિલેશનશિપ બિગ બોસ સાથે જ રહ્યું છે.”
– રિપોર્ટ્સ અનુસાર, આ વખતે ઘરમાં કુલ 21 લોકોની એન્ટ્રી થશે. શોના ફોર્મેટમાં અમુક ફેરફાર કર્યા બાદ ઘરમાં માત્ર સામાન્ય જોડીઓ જ આવશે.
– એક અહેવાલ અનુસાર, સલમાન ખાનને બિગ બોસ-12માં સ્પેશ્યિલ પાવર મળશે. તે કોઈપણ સ્પર્ધકને બહાર થતા બચાવી શકશે.

ભારતી લલ્લીના રોલથી થઈ હતી લોકપ્રિયઃ

– ભારતીનો જન્મ ત્રણ જુલાઈ, 1986માં અમૃતસર, પંજાબમાં થયો છે. તેને ‘ધ ગ્રેડ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ (2008)ની ચોથી સિઝનથી ખરી ઓળખ મળી હતી.
– આ શોમાં ભારતી ફાઈનલમાં સેકન્ડ રનર-અપ રહી હતી. આ શોમાં તેણે લલ્લી નામનું કેરેક્ટર પ્લે કર્યું હતું. જે દર્શકોને ઘણું જ પસંદ આવ્યું હતું.

આ શોમાં મળી હતી જોવાઃ

– ‘ધ ગ્રેડ ઈન્ડિયન લાફ્ટર ચેલેન્જ’ સિવાય ભારતી ‘કોમેડી સર્કસ કે સુપરસ્ટાર’, ‘કોમેડી સર્કસ કે તાનસેન’ તથા ‘કોમેડી સર્કસ કે અજૂબે’ જેવા કોમેડી રિયાલિટી શોમાં જોવા મળી હતી.
– ડાન્સિંગ રિયાલિટી શો ‘ઝલક દિખલાજા’માં ભારતીએ પોતાના ડાન્સથી ચાહકોના દિલ જીત્યા હતાં. ભારતીએ કૃષ્ણા અભિષેક સાથે ‘કોમેડી નાઈટ્સ બચાઓ તાજા’ને પણ હોસ્ટ કર્યો છે.

પંજાબી-હિંદી ફિલ્મ્સમાં કર્યું છે કામ

– ભારતીએ પંજાબી ફિલ્મ્સ ‘એક નૂર’, ‘યમલે જટ યમલે’ તથા ‘જટ એન્ડ જૂલિયેટ 2’માં કામ કર્યું છે.
– આ સિવાય અક્ષય કુમારની બોલિવૂડ ફિલ્મ ‘ખિલાડી 786’ તથા પુલકિત સમ્રાટ-યામી ગૌતમની ફિલ્મ ‘સનમ રે’માં પણ જોવા મળી હતી.

હર્ષને ભાઈ ગણાવતી હતી ભારતી

– ઘણા કોમેડી શોમાં રાઈટર રહેલા હર્ષ લિમ્બાચિયા ભારતી સાથે સોશ્યિલ મીડિયા સાઈટ્સ પર ઘણા કિસ્સા શેર કરતા રહે છે.
– ભારતી અને હર્ષ ડાન્સ રિયાલિટી શો ‘નચ બલિયે-8’ (2017)માં સામેલ થનાર સૌથી મોંઘા સ્પર્ધકો હતા. સૂત્રોના જણાવ્યાં અનુસાર, તેમને એક એપિસોડના 30 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.
– હર્ષ, ભારતી (32)થી 7 વર્ષ નાનો છે. બંનેએ લાંબા સમયના ડેટિંગ બાદ લગ્ન કર્યા હતા. જોકે ડેટિંગ સમયે ભારતી હર્ષને પોતાનો ભાઈ ગણાવતી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *