સુરત સરકારી રાશન દુકાનોના સંચાલકોનો પ્રમુખ અનાજની કાળાબજારી કરતો ACB માં ઝડપાયો..

Spread the love

સુરત સરકારી રાશન દુકાનોના સંચાલકોનો પ્રમુખ અનાજની કાળાબજારી કરતો ACB માં ઝડપાયો..

સુરત સરકારી રાશન દુકાનોના સંચાલકોનો પ્રમુખ અનાજની કાળા બજારી કરતો ACB માં ઝડપાયો પુરવઠાના નાક નીચે ચાલતા આ ગોરખધંધાના કારણે આવનારા સમયમાં પુરવઠા અધિકારીઓ પણ ACB સકંજામાં આવી શકે છે તેવા એંધાણ દેખાઈ રહ્યા છે. સુરતમાં RTI એક્ટિવિસ્ટ અજય જાંગીડ દ્વારા ઉજાગર કરાયેલ અનાજ કૌભાંડમાં સપડાયેલા આરોપીઓને માંડ હાલ જામીન મળી છે. ત્યાં ફરી સક્રિય થયેલા આ ભ્રષ્ટાચારીઓ ફરી માથું ઉચકી રહ્યા છે. વિધાનસભામાં વિપક્ષનેતા પરેશ ધાણાની દ્વારા આ મુદ્દે ધારદાર રાજુઆતો કરવામાં આવેલી હતી. સરકાર દ્વારા આ મુદ્દે આજ દિન સુધીની શિથિલ કામગીરી ના કારણે કાળાબાજરીઓને ફરી વેગ મળ્યો છે. ત્યારે સુરત ના જાગૃત નાગરિક દ્વારા આ મામલે ગંભીરતા પારખી ACB ની મદદ લીધી હતી. જેની વિગતવાર માહિતી નીચે મુજબ ની છે

.

સુરત શહેરના ડભોલી વિસ્તાર ખાતે આવેલ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન નં. કે- ૪૦, ના સંચાલક બાબુભાઇ નાગરભાઇ પટેલ, રહેવાસી- ઘર નં. ૧/૭૨, પટેલ ફળીયુ, ડભોલીગામ,દ્વારા સરકારશ્રી તરફથી ફાળવવામાં આવતું અનાજ બી.પી.એલ. કાર્ડ ઘારકોને માપદંડ કરતા ઓછુ અનાજ આપી રાશન કાર્ડમાં ચેડા કરી વઘુ જથ્થો બતાવી સરકારી ઘારાઘોરણ કરતા વઘુ કિમંત મેળવી ગ્રાહકો સાથે મોટા પ્રમાણમાં છેતરપીડીં અને ગેરરીતી આચરવામાં આવતી હોવાની આઘારભુત માહિતી મળેલ.

તે માહિતી આઘારે ડિકોય છટકુ ગોઠવવામાં આવતા આ કામના ડિકોયર (ગ્રાહક) ને આરોપીએ સરકારી નિયમ મુજબનું અનાજ નહીં ફાળવી ઓછુ અનાજ આપી વઘારાનું અનાજ આપવાના અવેજ પેટે રૂ. ૧૨૦/- ની માંગણી કરી હતી અને સ્વીકાર કરતા પકડાય જઇ ગુનો કર્યો હતો આમ એસીબી ની ટીમ શ્રી એસ.આર.પટેલ, પો.ઇન્સ. વલસાડ અને ડાંગ એ.સી.બી. પો.સ્ટે. વલસાડ. સુપર વિઝન અઘિકારી :- શ્રી એન.પી.ગોહિલ, ઇન્ચાર્જ મદદનીશ નિયામક દ્વારા આ ઓપરેશન સફળ હાથ ધરાયુ તથા સાથ સહકાર આપનાર જાગૃત નાગરિકનું નામ ગુપ્ત રાખવામાં આવ્યું છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *